પૈડાં ફરતાં રહે - 8

  • 2.3k
  • 2
  • 1k

8 'તો બે કલાક રેસ્ટ લઈ દસ વાઇગાની દાહોદ નવસારી ટ્રીપમાં મારી વાલી (વહાલી) 1212ને લઈને જાવાનું હતું. હવાર હવારમાં સા પીધી, દાહોદમાં મળતા ઈંદોરી બટેટાપૌઆ ખાધા, ઇસ્ટોલ પર ઊભીને સાપું વાઈંસું, નાયા ધોયા ને ફરેશ હોત થ્યા. કંડકટર ઈ નો ઈ રફીક પાસો વળવાનો હતો. વર્કશોપમાં જ હું કપડું ને પાણીનો ફુવારો મારવાનું લઈ મારી 1212 ના ટાયર પર સડ્યો. ઈના મોઢે હાથ નો ફેરવું તો મને નો સોરવે ને ઈને ય નો ગમે. મોઢું ઈટલે આગલા બે કાચ. હું લુસતો'તો ન્યાં રેંકડી હારે મજુરને લઈ કોઈ જુવાન આઈવો. એક ગાદલું, એક લોઢાનો ફોલ્ડિંગ પલંગ, એકાદ નાનો ઘોડો ને