7 હું રસ્તાની એક બાજુ ઉભી રહી. મને હળવેથી બ્રેક મારી જાણે શમણામાંથી જગાડી. હું ભોમિયાના હાથનો પ્રેમાળ સ્પર્શ મારા સ્ટિયરીંગ પર અનુભવી રહી હતી. અને ક્લચ પર ને એક્સેલરેટર પર હળવેથી ફરતા પગ સાથે મારો બદલાતો અવાજ જાણે હું એની સાથે મીઠી ગોઠડીમાં મગ્ન હોઉં એવું લાગતું થતું હતું. હું ડીમલાઈટ સાથે જાણે આંખ મીંચી એ મધુર ક્ષણો માણી રહી હતી. ઓચિંતો એ રંગમાં ભંગ પડ્યો. પહેલાં તો થયું મેં જ ચીસ નાખી, કોઈ મીઠી મધુરી પીડાની. પણ આ તો કોઈ સ્ત્રીની ચીસો હતી. દર્દથી કણસતી. અચાનક ભોમિયાએ મને ઉઠાડી ઉભી રાખી. એ કૂદકો મારતો નીચે ઉતર્યો. ફૂલ લાઈટ