આજની પોઝિટિવ સ્ટોરીરેલવેના પ્લેટફોર્મ પર ફેરિયાને 20 રૃપિયા માટે 200 રૃપિયાની નોટ આપી,ફેરિયો પૈસા પરત કરે તે પહેલાં ટ્રેન ઉપડી ગઈ.. પછી જે થયું તેની તમે કલ્પના પણ નહીં કરી શકો...આલેખનઃ રમેશ તન્ના આ આખી સત્ય ઘટના સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના કર્મચારી અને તેલુગુ લેખક આઇ. પી. શર્માએ વર્ણવેલી છે. તેમાં રહસ્ય છે, માનવતા છે, કરુણા છે અને એક જબરજસ્ત પોઝિટિવ સંદેશ છે. તેમના જ શબ્દોમાં આખી પોઝિટિવ સ્ટોરી માણીએ. ઓવર ટુ આઇ. પી. શર્મા....વિશાખાપટનમ સ્ટેશન આવી પહોંચેલી જન્મભૂમિ ટ્રેનમાં હું અને મારાં પત્ની બેઠાં. અમારે rajahmundryમાં મારા એક મિત્રની પુત્રીના લગ્નમાં જવાનું હતું. વહેલી સવારનો ઠંડો પવન અને ટ્રેનના ગતિમય પ્રવાહે