પૈડાં ફરતાં રહે - 1

  • 3.9k
  • 1
  • 1.9k

સુનીલ અંજારીયા 1 " અંબે માત કી જે. હાલો તારે. અંબાજીનાં સોનું મઢેલાં શિખર ઉપર સુરાજદાદાનું પે'લું કિરણ પડે ઈ પેલાં. આ ટાઢા પોરે નીકળી જાઈં. એ.. હાલો આ માતાજીનું નામ લઈ આ મુસાફરી ઈસ્ટાર્ટ કરી. ભાઇયું, આ જીવતર એક મુસાફરી સે. માંહ્લલો રાજીના રેડ થઈ જાય એવો ઈનો મારગ સે. ઈ મારગ લાંબો સે. ઈ મનને ગમે ઈમ ને હેમખેમ કાપવો હોય તો નજર હામે જોઈએ ને સ્ટિયરિંગ, બ્રેક પર કંટ્રોલ જોયે ભાઈ! ક્યારે ધીમા પડવું, ક્યારે ભાગવું ને જરૂર પડે આગળ જવા પહેલાં ક્યારે ને કેટલું રિવર્સમાં લેવું એની આવડત ને સમજ જોઈએ. ડ્રાઇવિંગમાં ને જીવતરમાં હોત. હઇમજા