વેધ ભરમ - 52

(219)
  • 9.8k
  • 6
  • 4.9k

વિકાસની ઊંઘ હરામ થઇ ગઇ હતી. હવે તેને ધીમે ધીમે આખી વાત સમજાઇ ગઇ હતી. કબીરની ચાલ તેને હવે સ્પષ્ટ રીતે દેખાતી હતી. પણ હજુ સુધી તેને એક વાત સમજાતી નહોતી કે કબીરે દર્શનનુ ખૂન કરી નાખ્યુ તો તેને કેમ જીવતો છોડી દીધો. આ પ્રશ્ન તે પેલા દાસને પૂછવાનો હતો પણ તે પ્રશ્ન પૂછે તે પહેલા તે દાસ મોકાનો ફાયદો ઊઠાવી નાસી ગયો. વિકાસે હોટલના રુમમાં બેસી ઘણુ વિચાર્યુ અને ઘણી બધી શક્યતાઓ વિચારી છતા પણ આ એક વાત તેને મગજમાં બેસતી નહોતી. જો કબીરને મારી સાથે બદલો જ લેવો હતો તો પછી દર્શનની જેમ મને પણ મારી જ શક્યો