મૃગજળ. - ભાગ - ૭

  • 4.1k
  • 1
  • 1.4k

દાદર ઉપર થી પડી પડવું હું અને કિન્નરી બંને નોકરી કરતા હતા માટે ફોન પર વાત કરવાનો એમને સમય મળતો ન હતો. પણ દિવસે ટેક્સ્ટ મેસેજ માં અને રાત્રે વોટ્સઅપ પર વાતો થતી રહેતી. એક દિવસ સાંજે કિન્નરી નો મારા ઉપર મેસેજ આવ્યો. " ઓ માં, બો વાગ્યું. કમર તૂટી ગઈ મારી અને મોમાં પણ વાગ્યું.," એનો મેસેજ આવ્યો. એનો મેસેજ વાંચતાં જ મને ચિંતા થઈ કે એવું તો શું થયું હશે. "શું થયું ? શું વાગ્યું ? કઈ રીતે વાગ્યું ? " મે મેસેજો નો વરસાદ કર્યો. "હું દાદર ઉપર ચઢી રહી હતી, પણ મારું સ્કર્ટ પગમાં ફસાય ગયું