મનનો તોફાન

  • 1.9k
  • 618

"હે પ્રભુ, આવા તોફાની વાતાવરણમાં નિતિન ઘરે કેવી રીતે આવશે?"બંધ બારી પાસે ઉભી, ગભરાયેલી નાયશાની નજર બહાર રસ્તા પર ટકી રહી. બારી ખોલાય એમ નહોતી, નહિતર વાવાઝોડાની તેજ હવાથી મીણબત્તી ઓલવાય જતે. આમ તો ચોમેર અંધારું હતું. ઘરમાં ફક્ત મીણબત્તીનું ઉજાસ થોડી રાહત આપી રહ્યું હતું. પણ બહાર, દર એક મિનિટે વીજળીના કડાકા આંખમાં વાગી, હૃદયના ધબકારા વધારી રહ્યા હતા. તોફાનની આગાહી તો હતી, પણ પરિસ્થિતિ આટલી બધી ખરાબ થઈ જશે, એ કોઈએ વિચાર્યું નહોતું. આજુબાજુની બિલ્ડીંગની દીવાલો પડી ગઈ હતી અને ઘણા વૃક્ષ પણ જડથી ઉખડી ગયા હતા. વરસાદ રોકાવાનું નામ જ નહોતું લઈ રહ્યું. નાયશા ક્યારની નિતિનનો ફોન ટ્રાઈ