કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 8

(11)
  • 3.2k
  • 1.3k

પ્રકરણ ૮ મીઠાખળી નો વિનોદ કાયમ જ જીતે અવનીને ૪૦૦ ખોયાનો અહેસાસ થતો હતો ત્યાં બીજો જેકપોટ ૫૦૦૦ ડોલરનો મીઠાખળીનાં વિનોદ્ને લાગ્યો. તેનું મશીન બ્યુગલ વગાડી વગાડીને સૌને વધુ રમવા જણાવતું હતું. ભારતીને બીક લાગતી હતી તે બીક હવે અવનીને પણ લાગવા માંડી તેથી તે કચવાતા મને ઉઠી. એક અણજાણ્યો ભય તેને લાગવા માંડ્યો. આ બધુ તે આકાશની વિરુધ્ધ રહીને કરતી હતી. વિનોદની ટેકનીક થી થોડો સમય જીતી પણ અંતે તો આકાશ સાચો પડતો હતો. મશીનો એ રીતે કામ કરતા હતાં કે છેલ્લે તો કેસીનો જ જીતે. વિનોદ અત્યાર સુધી ત્રણ જેક પોટ જીત્યો હતે અને તેનો સરવાળો ૧૩૦૦૦ કરતા