આવતીકાલની ચિંતા આજે – દિવ્યેશ ત્રિવેદી

  • 4.3k
  • 1.5k

રર. ઇતિહાસની ચાદરનાં લીરાં ઊડે છે! 22. The prestige of History evaporates! વિકાસના નામે પર્યાવરણ પર કેવો બળાત્કાર થઈ શકે છે એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે રાજસ્થાનનો માળવા પ્રદેશ. અહીંના ઈતિહાસની ગૌરવપ્રદ ચાદરનાં લીરાં ઊડી રહ્યા છે. જંગલો આડેધડ કપાતાં એની ધરતીની લીલીછમ ચુંદડી બેશરમીથી ઉતારી લેવાઈ છે. એ ચુંદડીમાંથી આ ધરતીનું શર્મિલું સ્મિત ડોકાતું હતું. એની ગોદમાં ખુશી અને આનંદ લાડકાં બાળની જેમ ખેલતાં હતાં. અહીંના ખેતરોમાં જાણે સોનું ઊગતું હતું. એના દિવસો ઉજાસથી સભર સભર હતા અને રાતો રંગથી ભરપૂર હતી. અહીંની સવાર ‘બનારસની સવાર’ કરતાં અને સાંજ ‘અવધની સાંજ' કરતાં પણ વધુ મદમાતી હતી. પરંતુ