બસ ચા સુધી

  • 4k
  • 1
  • 1.4k

રજાનો દિવસ હતો. બપોરના સાડા ચાર થયા હતા. બપોરે જમવામાં કેરીનો રસ અને બે પડ વાળી રોટલી બરાબર ખવાઈ હતી એટલે બપોરે કલાકેક ઊંઘ ખેંચી હજુ હરેશભાઈ બેઠા જ થયા હતા અને એવામાં બે કપ ચા હાથમાં લઈ રમીલાબેન ૨૩ પર એસી ચાલુવાળા રૂમમાં પ્રવેશ્યા. હરેશભાઈ ચા ની રાહ જ જોઈ રહ્યા હતા. “આહ... લાવ લાવ” હરેશભાઈએ હાથમાં ગરમ ગરમ કપ લઈ ટેબલ પર મૂક્યો. રમીલાબેને પણ હાથમાં કપ રાખી બેઠક લીધી. “બહાર તો ખરેખર બહુ ગરમી છે બાપ” રમીલાબેન ચા ની ચૂસકી લેતા બોલ્યા. “હા... ગરમી તો જોરદાર છે. બહાર જવાની ઈચ્છા જ થાય એમ નથી! આમ તો ચા