અનંત સફરનાં સાથી - 25

(28)
  • 3.2k
  • 1
  • 1.6k

૨૫.રંગ કે જંગ?ધૂળેટીની સવારે અમદાવાદ કેટલાંય અલગ-અલગ રંગોએ રંગાવા લાગ્યું હતું. એ સમયે રાહી હજું પણ સૂતી હતી. પણ તેનો ચહેરો તો કોઈએ પહેલેથી જ રંગી દીધો હતો. રાહી આઠ વાગ્યે આળસ મરડતી ઉભી થઈ. ત્યાં જ તેની નજર તેની સામે રહેલાં અરિસામાં ગઈ. "આઆઆઆઆ...." અરિસામાં પોતાનો ચહેરો જોતાંની સાથે જ રાહી ચિલ્લાઈ ઉઠી. તે અરિસા નજીક જઈને તેમાં પોતાનો ચહેરો જોવાં લાગી. જેનાં પર કોઈ નાનું બાળક ડ્રોઈંગ નાં કરતાં આવડતી હોવાં છતાં ડ્રોઈંગ કરે, અને માત્ર લીટા જ તાણી શકે. એવી રીતે રાહીનાં ચહેરાં પર ત્રણ-ચાર રંગોથી લાઈનો બનાવવામાં આવી હતી. જાણે કોઈ કોરાં કાગળ પર જુદા-જુદા રંગોનાં છાંટણા