“ઘર એક મંદિર” DIPAKCHITNIS(DMC) dchitnis3@gmail.com શહેરમાં સ્થિત થયા પછી, લગભગ બંધ રહેતું અમારું ગામડા ગામનું જૂનું ઘર કાઢી નાખવાનો વિચાર આવ્યો. જે વાસમાં અમારૂ ઘર હતું ત્યાંના જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેવાં ચાલી ગયેલ હતા. મોટાભાગના એ તો પોતાનાં ઘર કાઢી નાખ્યા હતા. એટલે જન્મ-મરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં ગામડાનાં એ ઘરમાં થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું અતડું પણ લાગતું. કારણ નવા પાડોશીઓ આવી ગયા હતાં અને તેમની સાથે નાતો બંધાયો જ ન હોય અમને પણ જાણે આંગતુક-મહેમાન જ ગણે એટલે હવે એ ઘર રાખવાનું કોઈ આકર્ષણ રહ્યું નહોતું. વળી બંધ રહેવાને કારણે જૂનું