એક પૂનમની રાત પ્રકરણ-15 દેવાંશ થાક્યો પાક્યો ગરમ દૂધ પીને સૂઇ ગયો. એને માનસિક અને શારીરીક ખૂબ થાક હતો. મીલીંદનાં ચહેરો અને એનાં શરીરને આંખ સામેથી હટાવી નહોતો શકતો પણ પછી ક્યારે સૂઇ ગયો ખબર ના પડી. હજી દેવાંશની આંખ મીચાઇ છે અને એને ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. એણે આંખો ખોલી અને અંધારામાં જોવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એને સમજાતુ નહીં આવું કોણ હસે છે ? એ પથારીમાં બેઠો થઇ ગયો. ત્યાં એને અંધારામાં માત્ર બે લાલ આંખો જોઇ પછી અધૂરો ચહેરો જોયો અને ખડખડાટ હસતું મોંઢુ જોયુ એ ગભરાયો આવું કોણ છે ? અને અચાનક પાછુ અદશ્ય થઇ ગયું એને થયું