અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 9

  • 3.8k
  • 1
  • 2k

ભાગ - 9 આજે દિવ્યા, અત્યંત કામુક થઈ, આક્રમક અને નશીલા પીણાંની જેમ માદક થઈ, પ્રમોદ થકી પોતાનુ હલકી કક્ષાનું અને અમાનવીય કૃત્ય કરાવવા અઘીરી થઈ છે, અને એટલેજ, એના ભાગરૂપે આજના આખા ખેલનો માસ્ટર પ્લાન એણે બનાવ્યો છે.કે જે પ્લાનમાં, આજે પ્રમોદને બરાબરનો ભોળવી ભરાવી ગમે-તેમ કરીને એને આ કામ કરાવવા રાજી કરવાનો છે. આજે દિવ્યા, ગમે તેમ કરી પ્રમોદને પોતાની પ્રિ-પ્લાનિંગવાળી મોહજાળમાં ફસાવી, પોતાનો સ્વાર્થ પ્રમોદ થકી પૂરો કરવા માંગે છે, કે જેની પ્રમોદને બિલકુલ જાણ સુદ્ધાં નથી. હાલતો, દિવ્યા અને પ્રમોદ બંને એકબીજાની બાહોમાં ભરાઈને અંગત પળો માણી રહ્યા છે. અત્યારે, પ્રમોદ ભલે શરીર સુખની ભૂખ ભાંગવામાં સાન-ભાન ભૂલ્યા હોય, પરંતુ દિવ્યા