વેધ ભરમ - 51

(219)
  • 9.7k
  • 6
  • 4.8k

ચેક પર કબીરનુ નામ વાંચી વિકાસ એકદમ ચોંકી ગયો હતો. વિકાસ અને દર્શને કબીર સાથે જે પણ કર્યુ તેના પછી તે લોકોને એમ હતુ કે કબીર તેની સાથે સંબંધ જ નહી રાખે પણ કબીરે તો મિત્રતા રાખી હતી. પણ ત્યારે તેને એ નહોતી ખબર કે કબીર મોકાની રાહ જોઇને બેઠો હતો. આજે તેને સમજાયુ હતુ કે કબીરે તેનો બદલો લીધો હતો. અત્યારે વિકાસને કબીર પર એટલો બધો ગુસ્સો આવતો હતો કે જો તે સામે હોય તો તેને સૂટ કરી દે. એક તો કબીર અને અનેરી વચ્ચે પ્રેમ છે તે તેને ખબર પડી ત્યારથી જ તેને કબીર પર ગુસ્સો આવ્યો હતો.