આગળના ભાગમાં રમેશ રાકેશને બ્લેકમેલ કરી, બે દિવસ વધુ રોકાવા કહે છે, જો તે નહીં માને તો તેઓના ફોટા વાયરલ કરી તેઓની બદનામ કરવાની ધમકી આપે છે, અનન્યાને ખબર પડતાં રાકેશને ઘરે જવા કહે છે. તેની રડતા રડતા અચાનક સ્વીચબોર્ડના ગેજેટ પર નજર પડે છે, એ ગેજેટ સિક્રેટ કેમેરાનું હતું, જે હોટલના દરેક રૂમમાં ફીક્સ હતું. મરિયમના રૂમમાંથી રમેશ સરનો મોબાઈલ મળે છે, મોબાઈલ જોતા સરનો છૂપો ચહેરો બંનેની સામે આવે છે, રાકેશ અમુક વિડિયો પોતાના મોબાઈલમાં લઈને બાકીના દરેક વિડીયો ડીલીટ કરી નાખે છે.. બંને છાના પગલે હોટલ માંથી નીકળી મુંબઈ જવા ટેક્સી કરે છે. માથેરાનની વાદીઓમાંથી બહાર આવી