ડૉ. શ્રીકાંત જીચકર

  • 6.8k
  • 2k

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો. લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની. મહાનુભાવોનો પરિચય આગળ વધારતાં આજે એવા વ્યક્તિની વાત કરવી છે જે ભારતની સૌથી વધુ ભણેલ વ્યક્તિ છે. તેમનાં ભણતરને કારણે જ તેમનું નામ ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. દેશમાં સૌથી નાની વયે વિધાયક બનવાનું બહુમાન પણ એમનાં ફાળે જાય છે. તેઓ માત્ર 26 વર્ષની ઉંમરે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી બન્યા હતા. તેમનો જન્મ 14 સપ્ટેમ્બર 1954નાં રોજ મહારાષ્ટ્રનાં એક સુખી સંપન્ન મરાઠી જૈન ખેડૂત કુટુંબમાં કટોલ ખાતે થયો હતો. એમની પાસે 20 જેટલી ઉચ્ચ ડિગ્રીઓ હતી. આ ઉપરાંત કેટલીક ડિગ્રીઓ એવી હતી કે જેની પરીક્ષા તેમણે આપી હતી અને પાસ