આપણા ઈરાદા સુંદર નથી! – દિવ્યેશ ત્રિવેદી

  • 3.8k
  • 1.3k

૧૧. આપણા ઈરાદા સુંદર નથી! 11. Our intentions are not good! વન અને વનરાજીનું એક લક્ષણ એની સુંદરતા છે. પરંતુ એમની તરફ ખેંચાતી આપણી નજરો સુંદર નથી, આપણા ઇરાદા જ દૂષિત છે. જંગલોના રક્ષણ માટે સરકાર એક આખું તંત્ર નિભાવે છે, પરંતુ એ રક્ષકોના હાથે જ જંગલોનું ભક્ષણ થતું રહે છે. જંગલમાં વસતાં પ્રાણીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવા પાછળ પણ જંગલોના વિનાશની પ્રવૃત્તિનો જ મોટામાં મોટો ફાળો છે. શિકારીઓનો દૂષિત આનંદ અને ખણખણિયા કમાઈ લેવાની પાશવી ભૂખ જંગલોના મોતનું કારણ બને છે! આ વિનાશે પ્રાણીઓના ઘર-બાર લૂંટી લીધાં છે. ચિત્તા જેવાં કંઈક પ્રાણીઓનું નિકંદન નીકળી ગયું છે અને બીજાં અનેક