અનંત સફરનાં સાથી - 23

(33)
  • 3.2k
  • 1
  • 1.6k

૨૩.નવી પહેલ રાહી સવારે ઉઠીને બુટિક પર પહોંચીને સ્કુલ માટેનાં કામની તૈયારીમાં લાગી ગઈ હતી. આજે ફરી સોમવાર હતો. પણ રાહીને કોઈ સપનું આવ્યું ન હતું. હવે કદાચ તેની જરૂર પણ ન હતી. રાહીની શોધ પૂરી થઈ ગઈ હતી. રાધિકા તેની કોલેજ પર ધ્યાન આપી રહી હતી. રાહી બુટિક પર પહોંચી એટલે રચના પણ તેને સ્કુલ માટેનાં નવાં નવાં આઈડિયા આપવા આવી પહોંચી. "રાહી, સ્કુલ માટે એક-બે જગ્યા જોઈ છે. તું પણ જરાં ચેક કરી લે તો કંઈક ખ્યાલ આવે." રચનાએ લેપટોપ પર જગ્યાનાં ફોટોગ્રાફ્સ બતાવતાં કહ્યું. પણ, રાહીનું ધ્યાન તો બીજે જ હતું. એ મોબાઈલમાં આવેલો એક મેસેજ જોઈ