અંત - ભાગ -૧ (એક ગ્રામ્યકથા)

  • 2.6k
  • 740

વહેલી સવારે હાથથી દળવાની ઘંટીઓનો લયબદ્ધ અવાજ અને એ સંગીતથી દિવસ ઊગી રહ્યો હતો..દળવા બેઠેલી બહેનોના કંઠમાંથી પ્રવાહિત થતો સુર વાતાવરણને અનેરી તાજગી બક્ષી રહ્યો હતો.કેટલાંક ઘરોમાં વલોણાની છાશના છમકારાના તાલબદ્ધ લયને વલોણું વલોવતી સ્ત્રી વલોણાનું નેતરૂં ખેંચી રેલાવતાં હતી. સુરજ સાથે પહેલા ઊગી નીકળેલી ઝાકળથી અને પનિહારીઓના પગથી જાણે આખો રસ્તો જાગી ગયો હતો.ખતરે જતા બળદના ઘૂઘરના અવાજથી જાણે આખોય રસ્તો ખનન.. ખનન... બોલી રહ્યો હતો.ગામના લોકો પોતાના કામ ની માયાજાળ માથે લઈ ચાલવા પોત પોતાના રસ્તે ચાલવા લાગ્યા હતા. ગામડાંની સવાર વહેલી ઊગે છે. સવાર ઉગતાની સાથે ગામને પાદરે જતી ગાયો,ભેંસો,અને રબારી લોકો ની છુટેલી વાડ પણ ચાલી નીકળતી.ત્યાં