નિર્દોષની વેદના

  • 3.6k
  • 1.1k

આજે સાંજે હું, મારી ફ્રેન્ડ રીંકલ, કુંજલ અને ખુશી મોબાઈલમાં કોન્ફર્ન્સમાં વાત કરતા’તા. અઠવાડિયે એકવાર અમે ચારેય ફોનમાં સુખ દુઃખની વાતો કરીએ અને હસી મજાક કરીએ. આજે પણ થોડા ગપ્પાં માર્યા. પછી કુંજલે મને પૂછ્યું, “હવે તારે ક્યારે મેરેજ કરવા છે ?” “સારું પાત્ર મળે એટલે. એમ તો બે દિવસ પહેલા જ એક માગું આવ્યું છે. છોકરી માબાપ વગરની છે. એ છોકરીનાં મેરેજ થયાનાં ૩ મહિના પછી છૂટાછેડા થઈ ગયાં. પણ બે વાર મારી સગાઈ થઈને તૂટી છે એટલે હવે વિચારીને પગલું ભરવું છે.” મે કહ્યું. હા, મારી બે વાર સગાઈ થઈને તૂટી ગઈ છે. પહેલી સગાઈ મે