૧૭ "મારી નાખ્યો, આ ડાકુઓનું ગામ તો નથીને? જ્યારથી ગામમાં આવ્યો છું કોઈને કોઈ આવીને મારીને જતું રે છે અને તમે તો સીધી બંદૂકજ ચલાવી દીધી." અંધારામાં એક પુરૂષનો અવાજ આવ્યો. "અરુણ? તું અરુણ છે?" સાંજને એ અવાજ જાણીતો લાગ્યો. એ પુરૂષ ઉભો થઈને અજવાળામાં આવ્યો અને સાંજને જોઈને ઉછળ્યો,"સંજુ....... તું અહીં? નીરજ તું પણ?" ધમાકો સાંભળીને આવેલા નીરજને જોઈને અરુણ બોલ્યો. "તું અચાનક અહીં? કીધું હોત કે તું આવે છે તો કોઈકને લેવા મોકલત, ને આ ધમાકો શાનો હતો?" નીરજએ પૂછ્યું. "પેલા અંદર બોલાવ, પાણી પા અને પછી સવાલ પૂછ મારાં ભાઈ." અરુણએ તેની હાલત સામે જોયું અને હસ્યો.