પાનખરને મળી વસંત નવી જ ઓફિસ ચાલું કરવાની હતી. ઓફિસ માટે કચરા- પોતાવાળા બહેનની જરૂર હતી. આજુબાજુ દુકાનમાં તપાસ કરી, લગભગ બધાં જ પોતાની મેળે પાણીનું માટલું ભરી લેતાં હતાં અને ઝાપટીયાથી દુકાન સાફ કરી લેતાં હતાં. એક બે દિવસ વિત્યાં હશે, ત્યાં કોઈ બહેન પુછવાં આવ્યાં, તમારે કચરા-પોતા- પાણી વગેરે કામ કરાવવું છે. બહેન વ્યવસ્થિત હતાં. મેં તમને રાખી લીધાં અને સરને જાણ કરી દીધી. (આ બહેનને આપણે જમનાબહેન તરીકે ઓળખીશું) ગાડીમાં મુસાફરી કરીએ તો પણ કલાક બે કલાકમાં મુસાફરો સાથે ઓળખાણ થઈ જાય છે. જમનાબહેન રોજ પાણી ભરવા અને કચરા