અંકિતાને ટીવી જોવાનો ખૂબજ શોખ હતો, એ સ્કૂલેથી ઘરે આવે પછી ટીવીનું રીમોટ તેનાં હાથમાં જ હોય. અંકિતા દશ વર્ષની હતી. ભણવામાં, રમત-ગમતમાં બધામાં તેનો પહેલો જ નંબર આવે. પણ ટીવી જોવાનો તેને ગજબનો શોખ, તે ટીવી જૂએ એટલે જાણે ટીવીમાં જે પણ ઘટના બની હોય તે બિલકુલ તેની પોતાની સાથે જ બની હોય તેવું જ તે અનુભવ કરતી હતી. સામાન્ય રીતે તે બાળકોની સિરિયલ જોવાનું જ વધુ પસંદ કરતી પરંતુ આજે શું થયું ખબર નહીં તો તે હોરર સિરિયલ જોવા લાગી. જેમ જેમ તે આગળ જોતી ગઈ તેમ તેમ તેને તેમાં વધુ ને વધુ રસ પડતો ગયો. તેણે આખી