ભાગ - 8 વાચક મિત્રો, આગળના ભાગમાં આપણે જાણ્યું કે,લાજ-શરમ નેવે મુકી, રંગરેલીયા મનાવવા, અને ઈજ્જતની પરવા કર્યા વગર જીવનમાં બસ મોજ મનાવવાવાળી દિવ્યા સાથે તેના જેવોજ સ્વભાવ ધરાવતો પ્રમોદ, દિવ્યા અને પ્રમોદ, વારંવાર એકાંતમાં મળીને મર્યાદા ઓળંગી રહ્યાં છે, ને એકદિવસ અચાનક ...આ મજા લેતા પ્રમોદ માટે તેનો સમય, કાળ બનીને આવશે, એવું તો પ્રમોદે સ્વપ્ને પણ વિચાર્યું નહોતું. પ્રમોદ તો પહેલેથીજ ઐયાસી હતો, અને એમાંય જ્યાંરથી દિવ્યા એના જીવનમાં આવી ત્યારથી તો એ બિલકુલ હવામાજ ઊડતો રહેતો. મૃગજળ રૂપી સપનામાં રાચતા પ્રમોદને એ ખબર ન હતી કે, જે રસ્તે અત્યારે એ ચાલી નીકળ્યો છે, ચાલી નીકળ્યો છે નહિ, રીતસર આંધળો થઈને દોડી રહ્યો છે, તે