આવતને શૂટ કરું

  • 4.1k
  • 1
  • 1.5k

કોઈને જુઓ કે તેને હૃદયમાં કંડારવા સાથે યાદગીરી માટે કેમેરાથી શૂટ કરવાનો વિચાર આવે છે ને! તો એ વિવિધ કેમેરાઓની દુનિયા થી લઈ સારા ફોટા માટેની કેટલીક ટિપ્સ જોઈએ.હમણાં શ્રી. જય વસાવડાની એક પોસ્ટ જોઈ જેમાં તેમણે નરોત્તમ પુરીની સ્પોર્ટ્સ ક્વિઝ માટે દિલ્હી જઈ ત્યાં સાચા જવાબો આપેલા, પછી તાજમહેલ વ. ગયેલા. એમાં તેમણે કહ્યું કે એ વખતે 36 ફોટામાં આખી ટુર કવર કરવાની હતી.એ વાંચી હું ભૂતકાળમાં પહોંચી ગયો અને મેં જોયેલ કેમેરાઓની જર્ની યાદ આવી.કાળું કપડું ઓઢી 8 ઇંચ પ્લેટ પર ફોટો લેતા. એવો પ્લેટથી ફોટો લઈ 20 મિનિટમાં આપતો ફોટોગ્રાફર ભદ્ર અખંડઆનંદની ફૂટપાથે જોયો છે, ક્યારેક બસ કન્સેશન