મહાભારતની માનવતા કેટલાક ગ્રંથો દરેક જમાનાના પરામર્શ ના અધિકારી છે. ‘મહાભારત’ એક એવો ગ્રંથમણી છે. હિંદમાં હિમાલય જેમ જુનો લાગવાનો નથી. તેમ ‘ મહાભારત’ એક એવો ગ્રંથ થવાની છે કે જે ક્યારેય જૂનો થશે નહિ. યુગે યુગે કંઈક ને કંઈક નવીનતાભર્યું તેમાંથી પામવાનું છે. હિંદમાં જન્મેલાની મન હિમાલયનું આકર્ષણ જિંદગીભર રહેવાનું. માનવીના વ્યક્તિત્વના ખૂણાને ચેતનના પ્રકાશથી ભરી દેવાની વિરાટ પકૃતિ દ્રશ્યોમાં અનોખી શક્તિ હોય છે. પ્રકૃતિના અનુસરણમાં માનવીએ સંસ્કૃતિને રચતી કલાઓને યોજી. હિન્દની શબ્દકલાએ બરોબર હિમાલયની સામે ગૌરવભેર ઊભા રહી શકે તેવા ‘મહાભારત’ની રચના કરી છે. ‘મહાભારત’ની માત્ર મહાકાવ્યનું નામ આપવાથી તેનું યથાર્થ ખ્યાલ