કોલ રેકોર્ડિંગ

(17)
  • 8.5k
  • 1.6k

રીટા અને કૃપા બંને બાળપણની પાક્કી બહેનપણીઓ. બંનેએ બાલમંદિરથી લઈને એક જ કોલેજમાં સાથે જ અભ્યાસ કર્યો હતો. બંનેના ઘર પણ એક જ સોસાયટીમાં હોવાથી આખો દિવસ જોડે ને જોડે જ. આ બંને બહેનપણીઓમાંથી રીટા મારી ખાસ મિત્ર. રીટા સાથે મારે ફેમિલી રિલેશન. કૃપાની સગાઈ સમાજમાં જ થઈ ગઈ હતી, જ્યારે રીટા માટે એનાં માબાપ સારો મુરતિયો શોધી રહ્યા હતાં. એકદિવસ બપોરે ત્રણ વાગ્યે મારા પર રીટાની બહેન શિવાનીનો ફોન આવ્યો. મે ફોન રિસીવ કરી કહ્યું, ‘હા બોલ શિવાની.’ ‘રીટા તને એક વાત કહેવા માંગે છે, પણ કહી નથી શક્તી, એટલે મને ફોન કરી તને કહેવા માટે