હું રાહ જોઇશ! (૧૧)

  • 2.5k
  • 1.1k

વેદિકા અને અભયની મનની વાત સાંભળીને કપિલ ને ખુબજ ગુસ્સો આવે છે. તે આ બધા માટે આરના અને અભય ને જવાબદાર માને છે. તેથી તે હવે આ ગ્રુપમાં સમય આપવાનું ઓછું કરી દે છે. અને કપિલ તેના ગ્રુપમાં ખબર પડ્યા વિના મોન્ટીના ગ્રુપ સાથે હાથ મિલાવી લે છે. કારણકે મોન્ટી ને પણ પેહલી વાર આવી બેઇજ્જતી સહન કરવી પડી હોય છે એટલે તેને પણ અભય ના ગ્રુપ સાથે બદલો લેવો હોય છે.વેદિકા અને અભય કોલેજ જઈ રહ્યા હોય છે. તેઓ આજે બાઇક લઈને જતા હોય છે. "કેમ આજે ખૂબ ખુશ જણાય છે?" અભય બાઇક ચલાવતા ચલાવતા વેદિકા ને પૂછે છે. "બસ એમજ."