મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૩૨

  • 3k
  • 1.3k

શિક્ષકત્વ ની માનવતા ભાગ ૧ “જાગુ બહેન, જયશ્રી ક્રુષ્ણ , રાધે રાધે..” હસતાં હસતાં અમારા ચોથા વર્ગના કર્મચારી આનંદભાઈ આ રીતે સંબોધન કરે એટલે સમજી લેવાનું કે એ પછી નું વાકય હશે કે “ ચલો બુલવા આયા હૈ” અને અમે સમજી જઈએ કે ટ્રસ્ટી, આચાર્ય કે વહીવટી વિભાગમાં અમને કોઈ કામ માટે બોલાવવામાં આવ્યા છે!! એ જ આદત મુજબ આજે આનંદભાઈ એ એમના મજાકીયા મૂડમાં પણ જરા પારિવારિક ચિંતાથી મને કહ્યું કે “વાર્ષિક નિરીક્ષણ કરવા આવેલ સાહેબ આજે કેમ વારે વારે તમારા નામની જ લોટરી (મજાકમાં એ એમ કહેતા )કેમ કાઢે છે? તમને બોલાવવા મારે આજે પાચમી વાર આવવું પડ્યું છે !!” તો આ બાજુ અમારા વહીવટી વડાએ આચાર્યને કહ્યું, “ખબર નહીં આ વખતે આ નિરીક્ષક સાહેબને શું થયું કે એ વારે વારે જાગૃતિ બહેનનું કામ જોઈને એમની નહીં જેવી ભૂલો કાઢી એમને જ બોલાવે