હીંચકોમેઘા આજે સવાર સવારમાં બહારના ફળિયામાં રાખેલા હીંચકે બેઠા બેઠા કંઇક ઊંડા વિચારોમાં ખોવાયેલી હતી. મેઘાને હીંચકા પર બેસવું ખૂબ ગમતું. લગ્ન પછીના પહેલા જન્મદિવસે પારસે તેના માટે આ હીંચકો ભેટ સ્વરૂપે આપ્યો હતો. જ્યારે પણ એ ખુશ હોય કે ઉદાસ હોય હીંચકે આવી ને બેસી રહે. આ હીંચકો હવે એના સુખ દુઃખનો સાથી બની ગયો હતો. આજે પણ એ ખૂબ ભારે હૃદયે હીંચકા પર બેઠી પાસે રાખેલા તુલસીના ક્યારાને એક ધારો જોઈ રહી હતી. એને જોઈને એવું લાગતું હતું જાણે મનમાં રાખેલી તમામ પીડાઓની ફરિયાદ તુલસીમાંને કરતી હોય. મેઘાને તુલસીજી પર અપાર શ્રદ્ધા હતી. નાની હતી ત્યારથી જ તેના