અબ્બુ રૂપી ઈદી

  • 3.1k
  • 996

ઈદી* ભંગારવાળો જુનુસ હતો તો ખોજા મુસલામતે બોલવામાં પણ ખૂબ મીઠડો હતો. જ્યારે નીચેથી બૂમ પાડે કે મેહરુનીશા બહાર દોડતી આવે. બન્ને એકબીજાનેજોઈ મુશ્કુરાય અને પછી પાછા પોતપોતાના રસ્તે પડીજાય. મેહરુનિશા વિચારતી ખુદાનાખાસ્તા જો કોઈવાર અબ્બુ જોઈ ગયા તો! એ વાતને પાંચ સાલ વીતી ગયાં. હવે જુનુસ પાસેમોટી દુકાન હતી, ખાસો નામનો મોટો ધંધો હતો અને મેહરુનિશા પણ ઓગણીશમાંથી પચ્ચીસની થઈ ગઈ હતી. પ્રેમમાં બન્ને પડી જચૂક્યા હતાં.જુનુસને પરિવારમાંકોઈ જ નહોતું અબ્બુ કે અમ્મી જે ગણો તે રહીમચાચા જ હતા જેમણે તેને મોટો કર્યો હતો. તેઓ ને જુનુસે બધી વાત કરી. ખુદાના માણસરહીમચાચા નિકાહની વાત લઈપહોંચ્યા મેહરુનિશાનાં અબ્બુ રિયાઝ પાસે. જાણતાં હતા કે રિયાઝ થોડો માથાભારે છે , પણ તેઓને તેમની જુબાપર ખૂબ જ ભરોસો હતો. રિયાઝ સાથે વાત કરવા આવેલા રહીમચાચાનેજ્યારે વાત વાતમાં ખબર પડી કે મેહરુનિશા તો મા બનીશકે તેમ નથી, આ વાત કહેતાં કહેતાં રિયાઝની આંખો ભરાય આવી અને તે જુનુસને છેતરવા નહોતો માંગતો. આ વાત જણાવી દેવામાં જભલમનસાઈ ગણી હતી.રહીમચાચા હવે જુનુસને શું કહે? સત્ય જણાવવું જ રહ્યું.નમાઝી જુનુસનું હૃદય તૂટી જશે ? શું રસ્તો કાઢવો? આવિચારોમાં ને વિચારોમાં રહીમચાચા મસ્જિદ આગળ જઈબેસી ગયાં. જુનુસ મસ્જિદમાંથી બહાર આવ્યો અને તેણેજોયું કે ઉદાસ રહીમચાચાની આંખો ભીની અને ચહેરો દુ:ખી છે ત્યારે..કારણ જાણવા પ્રયત્ન કર્યો. કારણ જાણતાં , તે ફિક્કું હસ્યો ને બોલ્યો ચાચામારે ક્યાં ખાનદાન પરિવાર કે આગળ પાછળ નામ છે કેહું આશા રાખું કે મારો વારસ મારા ખાનદાનનું નામ રોશનકરે! જાઓ રિયાઝ ચાચા ને કહો હું મેહરુનિશા સાથે નિકાહ પઢવા તૈયાર છું. રિયાઝ અને મેહરુનિશા તો મોટાવિશાળ હૃદયી જુનુસનો ઉત્તર સાંભળી ગદ્ગદ થઈ ગયા. રિયાઝે જુનુસને કહ્યું,” તુમ સચમુચ ખુદા કે બંદે હો.” ખુદાની સચ્ચી ઈબાદત કરનાર અને સાચા હૃદયથીપ્રેમ કરનાર ખરેખર શારિરીક ખોડ કે ખાંપણ જોતા નથી.નિકાહને પાંચ વર્ષ બાદ જુનુસ ખૂબ મોટો વ્યાપારી બનીગયો હતો. તે કોના માટે કમાતો હતો તે મેહરુનિશા જાણતી નહોતી. એક દિવસ તેણીએ જાણ્યું કે તેની સહેલી કોઈ મહારોગમાં સપડાયછે. તેણીની એક બાળકીની સંભાળ રાખનાર કોઈ જ નથી , ત્યારે મેહરુનિશા તે બાળકીને પોતાને ત્યાં લઈ આવી. પોતાની સહેલીનેઅસ્પતાલમાં મૂકી.. પણ આ જુનુસને ન ગમ્યું.તે ક્યારેય પેલી બાળકી સામે જોતો જ નહિ. સામે પણન આવતો. થોડા દિવસમાં મેહરુનિશાની સહેલી દુનિયાનેઅલવિદા કહી ચાલી ગઈ , પણ તેને હવે દીકરીની ચિંતાનહોતી રહી. રહીમચાચાએ કબ્રસ્તાન વિધિ પતાવી. દીકરીનું નામ રશિદાબાનુ રાખવામાં આવ્યું. જુનુસ એની સામે પણ નહોતો જોતો. મેહરુનિશા તેને પોતાના પ્યારનો વાસ્તો આપ્યો તો પણ તેના હૃદયનાં દ્વાર તેણેજડબેસલાક બંધ કરી દીધાં હતાં.અચાનક એક દિવસતે ગાડીમાં બેસવા જતો હતો અને એક સુંદર બાળકીતેનો સુટ ખેંચી રહી ..અને તેની કાલીઘેલી ભાષામાં હાથ લંબાવી બોલી,” અબ્બુ ! ઈદી..” જુનુસ જે મસ્જિદમાં ઈદીઆપવા જઈ રહ્યો હતો..તે એકદમ જ સડક થઈ ગયો.. તેણે બંધ કરેલા હૃદયનાં દ્વાર પર જાણે કોઈએ હથોડો માર્યો હોય ને તેના ચૂરેચૂરાથઈ ગયા હોય તેમ બે ઘડીતેના કાને ફરી ફરી *અબ્બુ ઈદી* *અબ્બુ ઈદી* ના પ્રતિસાદનાં પડઘા અથડાયા કર્યા. જુનુસે બાળકીને ઉપાડી વહાલ ચુંબનો થી પ્રેમનીવર્ષા કરી ... દૂર ઉભેલી મેહરુનિશાનું હૃદય માતૃવાત્સલ્યથી છલકાય ઉઠ્યું.. રશિદાને અબ્બુ રૂપી ઈદીની ભેટ મળી ગઈ.જયશ્રી પટેલ૧૮/૫/૨૧