૧. ધુમાડાની બુલેટ 1. Bullets of Smoke જમીનનો ટુકડો ખાલી જોયો નથી કે ત્યાં ભૂંગળાં ઊભાં કરી દેવાની હોડ લાગી નથી. ઉદ્યોગોના વિસ્તરણ સામે આંધળો વિરોધ કરવાનો પણ અર્થ નથી. આર્થિક સમૃદ્ધિ માટે ઉદ્યોગો એટલા જ જરૂરી છે. પરંતુ જમીનની જરૂરિયાત, હરિયાળીની માવજત કે એવી બીજી બાબતોને ધ્યાનમાં લીધા વિના જ માનવ સમાજની વચ્ચે ભૂંગળાંની હારમાળા ખડકી દેતી વખતે એમાંથી નીકળતા જાનલેવા ધુમાડાનો આપણને કદી વિચાર જ આવતો નથી. કહેવાતાં સર્ટીફિકેટો અને પ્રમાણપત્રો ગુજરીમાં વેચાય છે. ખરીદનારના ખિસ્સામાં જોર હોવું જોઇએ. પછી એ ધુમાડાને કાયદેસરતાનું રૂપાળું લેબલ લાગી જાય છે. પિસ્તોલમાંથી છૂટતી બુલેટ તો એક જ ભડાકે મોક્ષ અપાવી દે