એક ચુટકી સિંદૂર કી કિંમત - 35

(45)
  • 3.6k
  • 3
  • 1.4k

પ્રકરણ- પાંત્રીસમું/૩૫એટલે સોફા પરથી ઊભા થઇ. જગનની સામું જોયાં કર્યા પછી વૃંદા તેની આંખો સ્હેજ ઝીણી કરી હસતાં હસતાં બોલી..‘અંકલ, જો આ તસ્વીર માનસીની નથી તો.. તો આપ માનસીના પપ્પા પણ નથી.’હવે આ સંવાદના વાર્તાલાપની શરુઆત પૂર્વાર્ધથી કરીએ.. ઠીક સાંજના સાત અને પચાસ મીનીટે જગન સાથે આવેલાં જશવંતલાલે તેની કાર વૃંદાના ટાઉનશીપની અંદર એન્ટર કરી એ પછી સિક્યોરીટી ગાર્ડે જગનનું નામ અને નંબર વૃંદા સાથે કન્ફર્મ કર્યા પછી એન્ટ્રીની અનુમતિ મળતાં જશવંતલાલે કાર પાર્ક કરી, પછી બન્ને લીફ્ટ મારફતે આવ્યાં વૃંદાના ફ્લેટ પર. ઠીક આઠ વાગ્યાના સમયે જગને વૃંદાના ઘરની ડોરબેલ દબાવી. થોડીવારમાં સસ્મિત ડોર ઓપન કરતાં આદર સાથે વૃંદા બોલી...‘નમસ્તે.. વેલકમ...