ભગવાન દત્તાત્રેય (ભાગ 1)

(13)
  • 9.7k
  • 3.5k

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો. લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની. ૐ દ્રાં દત્તાત્રેયાય નમઃ??? ચાલો, આજે જોઈએ ભગવાન દત્તાત્રેય વિશે. એ વિષ્ણુના અવતાર છે કે શિવના કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયના એ એક ચર્ચાનો વિષય હંમેશા જ રહ્યો છે. તેમને ગુરુ વંશના પ્રથમ ગુરુ, સાધક, યોગી અને વૈજ્ઞાનિક માનવામાં આવે છે. તેમનામાં ઈશ્વર અને ગુરુ બંને રુપ સમાયેલા છે. હિંદુ માન્યતા અનુસાર દત્તાત્રેયે પારદથી વ્યોમયાન ઉડ્ડયની શક્તિની જાણ કરાવી હતી અને ચિકિત્સાશાસ્ત્રમાં ક્રાંતિકારી અમલીકરણ કર્યું હતું. જોઈએ એમનાં વિશે થોડી માહિતી. પૌરાણિક ગ્રંથોમાં મળતાં ઉલ્લેખો મુજબ અશ્વત્થામા, બલિ, હનુમાન, વ્યાસ, વિભીષણ, કૃપ અને પરશુરામ આ સાત ચિરંજીવીઓની જેમ ભગવાન દત્તાત્રેય પણ