વેધ ભરમ - 50

(223)
  • 9.9k
  • 4
  • 4.8k

બીજા દિવસે સવારે રિષભ હજુ તૈયાર થઇને સ્ટેશન પર જવાની તૈયારી કરતો હતો ત્યાં તેના પર અભયનો ફોન આવ્યો. “સાહેબ ગીફ્ટ શોપમાંથી ગીફ્ટ લઇ લીધી છે અને થોડીવારમાં ગીફ્ટ યજમાનને ત્યાં પહોંચાડી દઇશ.” અભયે ફોન પર કહ્યું. “ઓકે, નો પ્રોબ્લેમ હજુ મહેમાન જવા માટે નીકળ્યા નથી. પણ તુ ઝડપ રાખજે.” રિષભે સુચના આપતા કહ્યું. “ઓકે સર, બીજી કાંઇ સુચના છે?” અભયે પૂછ્યું. “હા, ગીફ્ટ પહોંચાડી તારે ત્યાં થોડા અંતરે રોકાવાનું છે. કાંઇ ઇમરજન્સીમાં જરુર પડે તો તું બે મિનિટમાં પહોંચી જવો જોઇએ.” રિષભે છેલ્લી સુચના આપી અને પછી કોલ કટ કરી નાખ્યો. ત્યારબાદ તે તૈયાર થયો અને સ્ટેશન પર ગયો.