(ભાગ -6 માં આપણે જોયું કે રૂપલીને શહેરમાં લાવવા માટે વ્યવસ્થા કરવાની હતી અને હું યોગેશભાઈ જે એક ઉચ્ચ શાળાના ટ્રસ્ટી હતા તેમની સલાહ લેવા માટે જવાની હતી અને હું તેમની ઓફિસ પહોંચી) તે દિવસે મારે કોલેજમાં લેક્ચર 3 વાગ્યા સુધીના હતા અને મારે યોગેશભાઈને સાંજે 5 વાગ્યે મળવાનું હતું અને તેથી મેં નક્કી કર્યું હતું કે કોલેજમાં લેક્ચર પતાવીને પછી ત્યાંથી ડાયરેક્ટ યોગેશભાઈની ઓફિસ જઈશ. 3 થી 4 નો એક કલાકનો સમય મારી પાસે ફ્રી હતો તેથી મેં તે સમયનો ઉપયોગ લાયબ્રેરીમાં પુસ્તકો વાંચવા એમ વિચાર્યું. લેક્ચર પતાવીને હું લાયબ્રેરીમાં ગઈ અને પુસ્તક વાંચવા શરૂ કર્યું. આ સમય દરમ્યાન પણ