દીકરીના વાલી કે તેના ભાવિ માટે જોખમ કારક ? “ના, ના એ શું સમજે છે શું એમના મનમાં ? હવે તો આ બહેનને હું બતાવી જ આપીશ..! આચાર્યની ઓફિસમાં ખૂબ ઊચા અવાજે એક વાલીનો અવાજ સંભળાઇ રહ્યો હતો. આચાર્યશ્રી ખૂબ સારા, હકારાત્મકતા થી ભરપૂર અને ખાસ ત્રણેય (વાલી, વિધ્યાર્થી અને શિક્ષક) પક્ષને સાંભળી, પછી જ તટસ્થ નિર્ણય લેવા વાળા( બહુ ઓછા નેતાઓમાં હોય એ ગુણ ધરાવતા ) એટલે એમને શાંત પાડવા પ્રયત કરી રહ્યા હતા..બે તાસ વચ્ચે હું સ્ટાફરૂમમા પાણી પીવા આવી ને બાજુની આચાર્યની ઓફીસમાથી ઊચો અવાજ સાંભળી જરા ચિંતા થઈ, પણ મને તો સ્વપ્નમાં પણ કલ્પના નહોતી કે એ વાત મારા માટે થઈ રહી છે !!મારી મિત્રને પુછ્યું કે ‘આ શું છે ? કોના વાલી છે ? કયા શિક્ષકની આવી મોટી ભૂલ થઈ