ભીખુભા એ દુકાન ની લગભગ જવાબદારી પોતાના પર લઇ લીધી હતી. દુકાન માં માલસામાન નો સ્ટોક પણ ભીખુભા જ જોવા લાગ્યા હતા. ભીખુભા ની દુકાન માં એક પ્રશાંત એટલે કે પશો કરી ને માણસ રાખેલો હતો. પશા નું કામ દુકાન માટે આવેલા માલસામાન ને ઉતરવાનું અને ગોઠવવાનું તેમજ વધારે ગ્રાહકો હોય ત્યારે ભીખુભા અને તેના બાપા ને માલસામાન વજન કરવા માં મદદ કરવાનું હતું. એકદિવસ ભીખુભા તેમના બાપા સાથે બેસી ને હિસાબ કરતા હતા. તેમાં ભીખુભા ને ગડબડ લાગી તેમણે તરત જ તેમના બાપા નું ધ્યાન દોર્યું કે "બાપા, આપણે જે વસ્તુ વેચીએ તેની નોંધ કરીએ છીએ તો આ લાઈફ-બોય