કપૂર વિશે માહિતી

(15)
  • 11k
  • 4.4k

નમસ્તે મિત્રો. પૂજામાં આરતી પૂરી થાય ત્યારે કપૂર આરતી વખતે વપરાતું કપૂર તો બધાએ જોયું જ હશે. આ કપૂર માત્ર પૂજા માટે જ નથી વપરાતું, એનાં સ્વાસ્થ્યને લગતાં પણ ઘણાં ઉપયોગો છે. આજે જોઈએ કપૂર વિશે. કપૂર એ એક સફેદ, નરમ, મિણીયો, અર્ધપારદર્શક, સળગી ઊઠે તેવો, ઝડપથી બાષ્પીભવન પામે તેવો અને સુગંધી પદાર્થ છે. એનું રાસાયણિક સૂત્ર C10H16O છે.(આમાં 10 અને 16 સ્હેજ નીચેથી છે. મોબાઈલમાં લખી શકાય એમ નથી.) ઉપરાંત કપૂર એ આલ્કોહોલમાં ઓગાળીને પણ બનાવવામાં આવે છે, જે આઈસોપ્રોપેનોલ અથવા ઈથેનોલ હોય છે. મોટા ભાગે આવું કપૂર ઔષધિ તરીકે વપરાય છે. બજારમાં કપૂર અલગ અલગ આકારમાં મળે છે.