આગે ભી જાને ના તુ - 32

  • 3.8k
  • 1
  • 1.1k

પ્રકરણ - ૩૨/બત્રીસ ગતાંકમાં વાંચ્યું.... ખીમજી પટેલે કહેલી પોતાની, તરાનાની અને એના કમરપટ્ટાની પૂર્ણતાના આરે આણેલી કથા સાંભળીને રતન અને રાજીવ આગળ શું કરવું એની ચર્ચા જોરવરસિંહ સાથે કરે છે. રાજીવને સતત કોઈ એનો પીછો કરી રહ્યો હોવાનો આભાસ થાય છે તો માયા પણ એવુંજ કોઈ દ્રશ્ય જોઈ ચકિત થઈ જાય છે.... હવે આગળ..... માયા પોતાના રૂમમાં ટીવી ચાલુ કરી બેડ પર સૂતી સૂતી રિમોટ વડે ટીવીની ચેનલો બદલી રહી હતી પણ એનું મન મર્કટની જેમ વિચારોની ડાળે કૂદાકૂદ કરી રહ્યું હતું. "મેં આજે જે જોયું એ સત્ય હતું કે આભાસ, હકીકત હતી કે મૃગજળ, ચલ હતું કે છલ, એ