સ્વાસ્થ્ય અંગે સ્વસ્થ ચિંતન

  • 12k
  • 2
  • 3.8k

સ્વાસ્થ્ય અંગે સ્વસ્થ ચિંતન ---------------------------------------------------------------------------------------------------------------- સ્વસ્થ રહેવું એટલે શું ? મોટા ભાગની વ્યક્તિઓ શારીરિક સ્વાસ્થ્યને સ્વાસ્થ્યનો પર્યાય સમજે છે. ડોક્ટર વ્યક્તિના સ્વાસ્થ્યનું આંકલન બ્લડ ટેસ્ટ, ઇસીજી, એક્સ-રે વગેરે દ્વારા કરે છે તથા તપાસને આધારે વ્યક્તિને સ્વસ્થ કે અસ્વસ્થ જાહેર કરતા હોય છે. પણ સ્વાસ્થ્યનો સંબંધ માત્ર શરીર સાથે જ નહીં, પરંતુ જીવનના દરેક પાસા સાથે જોડાયેલો છે. એટલે સ્વાસ્થ્યને આપણે તેના પૂર્ણ સ્વરૂપમાં જોવું જોઈએ. વ્યક્તિ કેવળ પંચમહાભૂતોનો સમુચ્ચય માત્ર નથી; તેનામાં ચિત્ત, મન તેમજ વિવિધ ઇન્દ્રિયોનો પણ સમાવેશ થાય છે. વ્યક્તિની માનસિક સ્થિતિનો તેના શરીરના સ્વાસ્થ્ય પર ઘેરો પ્રભાવ પડે છે. ઘણીયે બીમારીઓ એવી છે કે,