મરઘી ની વેદના

  • 7.9k
  • 2.1k

મરઘી ની વેદના એકદિવસ અચાનક મે મારી આસપાસ સફેદ દીવાલ થી મને ઘેરાયેલું જોયું. મે તે સફેદ દીવાલ મારી ચાંચ મારી અને તે તૂટવા લાગ્યું હું સમજી ગયું કે આ તો મારો નવો જન્મ છે. મે આ પૃથ્વી પર મરઘી ના બચ્ચા તારી કે જન્મ લીધો છે. બાજુ માં મારી મા હતી તે મને ખૂબ જ વ્હાલ થી દાણા ખવડાવતી અને મારું ખૂબ ધ્યાન રાખતી હતી. અમે કોઈ મોટી વિશાળ જગ્યા પર હતા ત્યાં અમારા જેવા ઘણાબધા પરિવારો હતા. બધું ખૂબ સરસ ચાલતું હતું અમે અમારું બાળપણ ને આમ થી આમ દોડી ને એકબીજા સાથે રમી ને વિતાવી રહ્યા હતા.