એક મુલાકાત લગ્ન પહેલાની

(14)
  • 4.3k
  • 1.7k

એક મધ્યમ ગુજરાતી પરિવારનું ઘર. બે રૂમ, હોલ, કિચન વાળું ઘર. સાદુ પણ સરસ ફર્નિચરથી સજાવેલો એક ચાર માળની બિલ્ડિંગમાં ચોથા માળે જ આવેલો ફ્લેટ. આજે ઘરમાં સામાન્ય દિવસ કરતા થોડીક વધારે ચહપહલ થઈ રહી છે. આજે ઘરમાં વાતું થોડીક વધારે ઊંચા અવાજે થઈ રહી છે. ઘરમાં આવેલાં મહેમાન માટે સારી સારી વાનગીઓના થાળ વચ્ચે મુકવામાં આવ્યા છે. આમ તો મુખ્ય ઘરના સભ્યોમાં માતા - પિતા અને તેમનાં બે બાળકો. એક ત્રેવીસ વર્ષની દિકરી અને તેનાથી એક નાનો વીસ વર્ષનો દિકરો. આ ઘર જેમનું છે તેમની દિકરી મિત્તલને લગ્ન માટે છોકરા વાળા જોવા આવ્યા છે. આમ તો છોકરી ખુબ સુંદર