મૌન ધારણ કરીને એ ઘરના ટેરેસ પર એકલો બેઠો આંખનો પલકારો માર્યા વગર એ આકાશમાં જોઈ રહ્યો હતો. જાણે હમણાં જ એના આંસુ સુકાયા હોય એવો ચહેરો લાગતો હતો. આંખો પણ સતત રડવાના કારણે સુજી ગઈ હતી. "દિપ……! દિપ……!" બુમો પાડતી એની મમ્મી ત્યાં આવી પહોંચી. એના માથા પર હાથ ફેરવવા લાગી. થોડીવાર તો જાણે એને કંઈ જ ખબર ન હોય એમ સ્તબ્ધ બની રહ્યો. એણે ગળે આવેલા ડુમાને ભીંસી રાખ્યો હતો પણ એની આવી હાલત જોઈને એની મમ્મીથી ન રહેવાયું ને એની આંખોમાંથી પણ આંસુ સરવા લાગ્યાં. એ આંસુનો સ્પર્શ એના હાથ પર થતા જ જાણે એનામાં રહેલી