Two stories clubbed into one. Enjoy!!1. રુદન ના ભણકારા"આટલું શું વિચારી રહ્યો છે, ફક્ત એક ઇન્જેકશનનું બોક્સ અદલાબદલી કરવાનું છે. અમે તને આ કામના લાખો રૂપિયા આપી રહ્યા છે, જેનાથી, તારી અને તારા પરિવારની જિંદગી સુધરી જશે. બોલ, આ કામ કરીશ?"આ રહસ્યમય વાક્ય જે મને એ વખતે નિર્દોષ લાગી રહ્યા હતા, એના પ્રત્યાઘાત આટલા ભયંકર પડ્યા, કે મારી રૂહ સુદ્ધા કાંપી ગઈ. હું મુકેશ ચોરસ્યા, સીટી જનરલ હોસ્પિટલમાં એક વોર્ડબોય છું. જે લોકોએ મને આ કાર્ય સોંપ્યું હતું, એ કોણ હતા? ક્યાંથી આવ્યા હતા? એ કાંઈ પણ પૂછવાની મને પરવાનગી નહોતી. માસ્ક પહેરેલા માણસોની મેં ફક્ત આંખો જોઈ હતી. કામ થઈ