અધૂરી નવલકથા - પાર્ટ 27

  • 4.2k
  • 1.6k

શાકમાર્કેટમાં અચાનક દોડધામ મચી ઉઠી હતી. તેનો લાભ લહીને નવ્યા ભાગી હતી. સંકેત આ બધું શું ચાલી રહ્યું છે તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં તેની બાજુમાં બેઠેલી નવ્યા કારનો દરવાજો ખોલીને ભાગી શુકી હતી. સંકેત કશું સમજે તે પહેલાં નવ્યા ભાગી ચુકી હતી. નવ્યા ને ભાગતા જોઈ ને સંકેતે તેના બોડીગાર્ડ ને નવ્યા પાછળ દોડી તેને પકડવાનું કહ્યું. પણ નવ્યા તેમને ક્યાંય નજરે ચડતી ન હતી. નવ્યા ભાગી રહેલી ભીડ નો એક ભાગ બની ચુકી હતી. આથી તેને શોધવી અઘરી હતી. પણ તેને શોધવા સંકેત ના બોડીગાર્ડ ભીડ સાથે દોડી રહ્યા