સ્વમાન

(12)
  • 4.3k
  • 1
  • 1.6k

"સ્વમાન"-@nugami. નીલા ઓફિસ થી બહાર નીકળી,ધોધમાર વરસાદ હતો.એક રિક્ષા પણ દેખાતી નહોતી,એટલે એણે નીરવ ને ફોન કર્યો," નીરવ તું મને લેવા આવીશ ઓફિસે? હું અહી જ ઊભી છું."સામેથી નીરવ બોલ્યો," શું છે આ રોજનું તારુ? હજી આવી ને ઘરે ઉભો પણ નથી રહ્યો અને તારા નાટક ચાલુ.મૂક ફોન ,ચાલતી આવી જા કંઇ વધારે અંતર નથી......"ફોન કપાઇ ગયો,સાથે સાથે નીલાની લાગણીઓ પણ.નીલા નોકરી કરતી હતી એ નીરવ ને સહજે ગમતું નહોતું.એટલે નીલા હેરાન થાય કે ના થાય એની કોઈ ચિંતા એ નહોતો કરતો.નીલા ક્યાંક કોઈ ફરિયાદ કરે તો તરત કહેતો," નોકરી મૂકી દો,અને આ ઘર સંભાળો.. હાલી