ડર..

(16)
  • 5.3k
  • 2
  • 1.4k

આકાશમાં વાદળો ઘનઘોર ઘેરાયેલા હતા. રાતનો સમય હોવાથી એ વાદલા લાલ ચટક અને જાણે એકદમ ગુસ્સા ભરી નજરે જમીનને તાકતા હોય એવા ભાસતા હતા. એ વાદળનો ગુસ્સો જોઈ હું થરથર કાંપતી મારા પતિદેવ પર વરસી પડી હતી. " કહ્યું છે ! આ સીઝન અને આવો સમય હોય ત્યારે મહેરબાની કરી રાતની મુસાફરી કરવાનું ટાળો, પણ સાંભળે કોણ મારું..? બસ પોતાનું ધાર્યું કરવું..!"ડર અને ગુસ્સામાં વાદળો વરસતા વરસે પણ મારી આંખ વરસવા લાગી. એ જોઈ મારા પિતાદેવ બોલ્યા," એમાં રડવાનું શું છે..! આપણે પહેલીવાર આમ થોડા નિકળ્યા છીએ, અને બસ ત્રણેક કલાકમાં પહોંચી જઈશું અને વળી રસ્તો પણ ક્યાં અજાણ્યો છે પછી