અમર પ્રેમરાકેશ ઠક્કરરાજેશ ખન્નાએ નિર્દેશક શક્તિ સામંતા પાસે સામે ચાલીને ફિલ્મ 'અમર પ્રેમ' (૧૯૭૨) માગી હતી. સામંતાને અભિનેતા ઉત્તમકુમારની બંગાળી ફિલ્મ 'નિશિ પદમા' (૧૯૭૦) ગમી હતી અને તેના હિન્દી રીમેકના અધિકાર ખરીદી લીધા હતા. તેના પરથી 'અમર પ્રેમ' ની સ્ક્રિપ્ટ તૈયાર થયા પછી સૌથી પહેલાં તેમણે 'પુષ્પા' ની ભૂમિકા માટે શર્મિલા ટાગોરની પસંદગી કરી હતી. શર્મિલાને ભૂમિકા એટલી પસંદ આવી કે પુત્ર સૈફના જન્મ પછી સૌપ્રથમ 'અમર પ્રેમ' માટે હા પાડી હતી. કેમકે આ એક એવી ભૂમિકા હતી જે તેને ગંભીર અભિનેત્રીની ઓળખ અપાવી શકતી હતી. હીરો 'અનંતા' ની ભૂમિકા માટે સામંતાની પહેલી પસંદ રાજકુમાર હતા. સામંતાએ સુપરસ્ટાર રાજેશ ખન્ના